•  મુંબઈ આતંકી હુમલાના મોસ્ટ વોન્ટેડનો મિત્રની ગોળી મારીને કરી હત્યા
  •  સમનાબાદ વિસ્તારમાં એક ધાર્મિક સંસ્થા નજીકની ઘટના
  • પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો કર્યા ગતિમાન

26/11ના મુંબઈ આતંકી હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદને પુત્રના અપહરણ બાદ વધુ એક મોટો ફટકો પડ્યો છે. હાફિઝના સૌથી નજીકના ગણાતા મુફ્તી કૈસર ફારૂકની પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કૈસર ફારૂક એલઈટીના સ્થાપક સભ્યોમાંથી એક હતો અને હાફિઝ સઈદનો નજીકનો હોવાનું માનવામાં આવે છે.

મુંબઈ આતંકી હુમલાના મોસ્ટ વોન્ટેડનો મિત્રની ગોળી મારીને કરી હત્યા

મળતી માહિતી મુજબ 30 વર્ષીય કૈસર ફારૂકને શનિવારે સમનાબાદ વિસ્તારમાં એક ધાર્મિક સંસ્થા પાસે અજાળ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કૈસર ફારૂકની હત્યાના CCTV ફૂટેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


આ વાયરલ વીડિયોની કોઈ મીડિયા રિપોર્ટમાં પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગોળી વાગતાની સાથે જ અન્ય લોકો છુપવા માટે દોડે છે, જ્યારે ગોળી વાગી વ્યક્તિ નીચે પડી જાય છે. જે વ્યક્તિને ઠાર કરવામાં આવ્યો હતો તે કૈસર ફારૂક નામનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અપહરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે કમલુદ્દીન સઈદનું કાર સવારોએ અપહરણ કર્યું હતું. આ સનસનાટીભર્યા સમાચાર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે.

પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો કર્યા ગતિમાન

જોકે આ સમાચારને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક વિદેશી મીડિયા સંગઠનોના ટ્વિટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ ગઈકાલે સાંજથી ગુમ છે. કેટલાક અન્ય ટ્વિટર હેન્ડલ પરથી દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઈદના પુત્રના ગુમ થયા બાદ આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈમાં હલચલ મચી ગઈ છે અને કમાલુદ્દીન સઈદને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  • Follow us on: