પાકિસ્તાનના કવેટા રેલવે સ્ટેશનની અંદર પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આમાં 25 લોકો મોતને ભેટયા હતા. જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા હતા. શરૂઆતના ગાળાના રિપોર્ટથી મળેલી માહિતી અનુસાર, આ બોમ્બ વિસ્ફોટ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં ટ્રેન રેલવે સ્ટેશન પર આવે તેની પહેલા થયો હતો. ઝાફર એક્સપ્રેસ પેશાવર જવા રવાના થવાનો હતો. સ્ટેશન પર ભીડને જોતા મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.
સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઘટના "આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું હોવાનું ગણાવ્યું હતું. વિસ્ફોટન અંગેની તપાસ ચાલી રહી છે.
ક્વેટા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધશે
પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશનની અંદર પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં 25 લોકોનાં મોત થયા છે જ્યારે 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. મળતી માહિતી અનુસાર, ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. .
બલૂચ આર્મીએ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી
ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટની સંપૂર્ણ જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. બલૂચ લિબરેશન આર્મી અનુસાર, ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ હોવાનો દાવો કર્યો છે. આજે સવારે, ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મીના એક યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ ઇન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કરીને ઝાફર એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહ્યા હતા. આ હુમલો BLAના આત્મઘાતી યુનિટ મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો
ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી
બલૂચિસ્તાન સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કે, પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીએ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટની સઘન તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે અને ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના ક્વેટા અને આસપાસના શહેરોમાં આવેલા હોસ્પિટલોમાં 'ઈમરજન્સી' લાદી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે." ઘટનાના ફૂટેજમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.