• રશિયાનાં રાષ્ટ્રપતિનાં નિવેદનથી આંતરરાષ્ટ્રીય ઉહાપોહ

  • 'સ્વતંત્ર સાર્વભૌમ' પેલેસ્ટાઈન રાષ્ટ્રનાં નિર્માણની કરી વાત
  • વર્તમાન સંઘર્ષને અમેરિકાની નીતિની નિષ્ફળતા ગણાવી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું છે કે 'સ્વતંત્ર સાર્વભૌમ' પેલેસ્ટાઈન રાષ્ટ્રનાં નિર્માણની 'જરૂરિયાત' ઉભી થઈ છે. પુતિને વધુમાં ઉમેર્યુ છે કે ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ અમેરિકાની મધ્ય પૂર્વ નીતિની 'નિષ્ફળતા' દર્શાવે છે.

પેલેસ્ટાઈનને સાર્વભૌમ દેશ તરીકે સ્વીકારવા કહ્યું

આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે પેલેસ્ટાઈનને એક 'સ્વતંત્ર સાર્વભૌમ' દેશ તરીકે બનાવીને સ્વીકારી લેવું એ જ ઈઝરાયેલ માટે વિશ્વસનીય સમાધાન છે.

અમેરિકાની નિષ્ફળ વિદેશનીતિ

પુતિને અમેરિકા પર નિશાન સાધતા કહ્યું હતું કે, બે દેશ વચ્ચે ઝડપથી સંઘર્ષ વધી રહ્યો છે. મધ્ય પૂર્વમાં અમેરિકાની નીતિ નિષ્ફળ થઈ છે આ એનું જ્વલંત ઉદાહરણ છે. અમેરિકાએ પોતાના એક ચોક્કસ વિસ્તારમાં પોતાનો અધિકાર જમાવવા માટે પ્રયાસો કરેલા છે. મને એવું લાગે છે કે મારી આ વાત સાથે ઘણા લોકો સહમત હશે. આ અમેરિકાની નિષ્ફળ વિદેશનીતિનું ઉદાહરણ છે.

રશિયા કરી રહ્યું છે સમાધાનનાં પ્રયાસો

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ પહેલા કહ્યું હતું કે, મોસ્કો બન્ને દેશ વચ્ચે સમાધાન કરાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. બન્ને દેશ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે, પેલેસ્ટાઈન પ્રાંતના નેતા મહંમ્મદ અબ્બાસ ટૂંક સમયમાં રશિયાની મુલાકાત લઈ શકે છે. સુરક્ષા માત્ર આંતકવાદીઓ સામે લડાઈ કરીને જ ન આપી શકાય. હજારોની સંખ્યામાં પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ એમ બન્ને દેશના લોકો માર્યા ગયા છે. જેઓ નિર્દોષ હતા

રશિયા ઈઝરાયેલને પોતાનું મિત્ર ગણાવે છે

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પોતાને છેલ્લા ઘણા સમયથી ઈઝરાયેલ અને યહુદીઓના મિત્ર ગણાવે છે. તેમણે વર્ષ 2008માં રશિયા અને ઈઝરાયેલ વચ્ચે વિઝા મુક્તિની યાત્રા અંગે એક મુદ્દો સ્થાપિત કરવામાં મદદ કરી હતી. વર્ષ 2012માં મોસ્કોમાં યહુદી મ્યુઝિયમના નિર્માણ માટે પણ મંજૂરી આપી હતી. તેમજ અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષ 2020માં જેરૂસલેમમાં તેમણે બેંજામીન નેતન્યાહૂ સાથે મળીને જર્મનીના પીડિતો માટે એક સ્મારકનું પણ અનાવરણ કર્યુ હતું.

  • Follow us on: