અમેરિકામાં નવીન ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાર્ડને રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના ડાયરેક્ટર તરીકે નિમ્યા છે. અમેરિકાના પ્રથમ હિંદુ મહિલા સાંસદ તુલસીને ટ્રમ્પ સરકારમાં મળવા જઈ રહી છે આ મોટી જવાબદાર બાદ તેનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તુલસીને હિંદુ ધર્ના પારંપરિક વસ્ત્રો જેવા કે સલવાર અને સૂટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ ભક્તિમાં ભાવવિભોર છે. હરે કૃષ્ણ અને હરે રામા ગાતાં જોવા મળી રહ્યા છે. હિંદુ ધર્મનો પ્રચાર કરતા દેખાઈ રહ્યાં છે.
તુલસીએ વર્ષ-2022માં ડેમોક્રેટિક પક્ષથી ચૂંટણી માટે પોતાની ઉમેદવારી રજૂ કરી હતી, પરંતુ પછી પાછળથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. તેઓએ બે વર્ષ અગાઉ જ પોતે પાર્ટી છોડી દીધી હતી. તેઓ અત્યારે રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થયા છે અને ચૂંટણીમાં ટ્રમ્પને જાહેરમાં ટેકો કર્યો હતો. તેઓ પ્રાઉડ હિંદુ અને ઘણીવાર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાઓને વખોડતા રહે છે. તેઓ ગુપ્તચર ખાતામાં વ્હાઈટ હાઉસના સલાહકાર પણ હશે અને અમેરિકામાં 18 જાસૂસી એજન્સીઓનું કામકાજ એકલા કરશે.
તુલસીને એલન મસ્કની સાથે હતી ડીલ
તુલસી ગબાર્ડે અબજોપતિ મસ્કની સાથે એક કરાર કર્યો હતો. આ કરાર હેઠળ તુલસી સોશિયલ મીડિયા પર એક શો હોસ્ટ કરશે. આ શોથી અભિવ્યક્તિની આઝાદીની વકીલાત કરાશે. સોશિયલ મીડિયા એક્સ ઉપર ત્રણ શોને લઈ આવી રહ્યો છે. જેની યજમાની તુલસીનો નવો શો ડોકમ્યુમેન્ટરી સ્ટાઈલમાં વીડિયો કન્ટેન્ટની વ્યાપક શ્રેણી રજૂ કરશે.
તુલસીના જણાવ્ચા પ્રમાણે તેઓ એવા લોકોની સ્ટોરી શેર કરશે. જેનો અવાજ ચુપ કરાવ્યો છે અને સત્તામાં રહેલા લોકો જેનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, અમેરિકામાં અભિવ્યકિતની આઝાદી મૌલિક અધિકાર છે. દુખદ એ વાત છે કે અમે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સંવાદ, ચર્ચા અને અસહમતી સત્તામાં બેઠેલા લોકોના ઈશારા પર થતી હોય છે. અભિવ્યકિતની આઝાદીની રક્ષા માટે અમે આને ઉપયોગ કરીએ છીએ.













