'યાગી' ચક્રવાત જતા-જતા ચીન અને વિયેતનામથી લઈ એશિયાના ઘણા દેશોમાં વિનાશ વેર્યો છે. યાગી તોફાનની ભયાનકતા એ વાતથી અનુમાન લગાવી શકાય છે કે આને એશિયાના ઘણા દેશોમાં મોટા-મોટા વૃક્ષો, મકાનોને મૂળિયા સાથે ઉખેડી નાખ્યા છે. તેમજ ડઝન લોકોનાં જીવ પણ લીધા છે. હજી ઘણા દેશમાં ડઝન લોકોની કોઈ જાણકારી નથી. ચીનમાં વિનાશ કર્યા પછી આ યાગી તોફાન વિયેતનામની રાજધાની હનોઈ સુધી પહોંચ્યું હતું અહીં પણ ત્રણ લોકોનાં મોત થયા પછી રવિવારે યાગી ટાયફુન નબળું પડયું છે. આનાથી લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

નબળું પડયાની પહેલા યાગી ચક્રવાતે ચીન, વિયેતનામ સહિત ઘણા અન્ય પાડોશી દેશોના ઘણા વિસ્તારમાં પૂર લાવ્યું હતું. ઉપરાંત હજારો વૃક્ષોને મૂળિયાનો સોંથ વાળી નાખ્યો હતો. ભારે સંખ્યામાં ઘરોને નુકસાન પહોંચ્યું છે. લાખો લોકોને સલામત ઠેકાણે ખસેડવામાં આવ્યા છે. યાગી તોફાનને લીધે શનિવાર સુધી ચીનમાં છ લોકોનાં મોત થયા અને 92 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ચાર લાખથી વધુ લોકોને વિસ્થાપિત કરવાની નોબત આવી હતી. જ્યારે ઘણા લોકોનો કોઈ અતોપતો નથી. 


ફિલીપાઈન્સમાં યાગી તોફાને 20નો ભોગ લીધો

માત્ર ચીન અને વિયેતનામ જ નહિ પણ યાગી તોફાને ફિલીપાઈન્સમાં ભારે વિનાશ વેર્યો છે. મળતી માહિતી અનુસાર આ દેશમાં મૃતકોની સંખ્યા 16થી વધીને હવે 20 થઈ છે. જ્યારે 22 લોકો હજી ક્યાં છે તેની કોઈ જાણકારી નથી. જ્યારે વિયેતનામની હવામાન કચેરીએ જણાવ્યું કે રવિવારે સવાર સુધી નબળું થયું હતું પરંતુ નાની નદીઓ અને નાળા પાસે અચાક ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખનની આશંકા છે.

વિયેતનામમાં ભૂસ્ખલનની ચેતવણી

ચીનમાં ભારે વિનાશ વેર્યા પછી યાગી તોફાન વિયેતનામ પણ પહોંચી ગયું હતું. સત્તાવાળાઓએ ઉત્તર વિયેતનામમાં સતત ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનની ચેતવણી આપી છે. શનિવારે બપોરે લેન્ડફોલ કર્યા પછી સુપર ટાયફૂનમાં નબળા પડતા પહેલા, પ્રારંભિક અંદાજ મુજબ તોફાને ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે એશિયાના સૌથી શક્તિશાળી વાવાઝોડામાં તેની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણ ચીનના હૈનાન ટાપુ પર ચાર લોકોનાં મોત થયા હતા.

ચીનના હનોઈ શહેરમાં ત્રાટકયા બાદ 'યાગી' નબળું પડયું

8.5 મિલિયનની વસ્તી ધરાવતા હનોઈ શહેરમાં આજે સવારે યાગી તોફાન નબળું પડયા પછી શાંતિ ફેલાઈ હતી. જો કે, આખી રાત ભારે પવન ફુંકાયો અને વરસાદ વરસતા સેંકડો વૃક્ષો ધરાશાયી થયા જેથી ઘણું નુકસાન થયું છે.

  • Follow us on: