સંયુક્ત આરબ અમીરાત એ ભારતીય પ્રવાસીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. હવે ભારતીય નાગરિકો કે જેમની પાસે યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસએ), યુનાઈટેડ કિંગડમ અથવા કોઈપણ યુરોપિયન યુનિયન દેશના માન્ય નિવાસ પરમિટ અથવા વિઝા છે તેમને યુએઈમાં વિઝા-ઓન-અરાઈવલની સુવિધા મળશે.


આ નીતિ હેઠળ લાયક ભારતીય પ્રવાસીઓને 14 દિવસ માટે યુએઈમાં આગમન પર વિઝા આપવામાં આવશે, જે જરૂરી હોય તો 60 દિવસ સુધી વધારી શકાય છે. ભારત અને યુએઈ વચ્ચે વધતા સહકાર અને વેપાર સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.

યુએઈ નીતિના મુખ્ય મુદ્દાઓ

વિઝા-ઓન-અરાઈવલ

ભારતીય પાસપોર્ટ ધારકોને યુએઈમાં આગમન પર 14 દિવસ માટે વિઝા આપવામાં આવશે.

યોગ્યતા

વિઝા-ઓન-અરાઈવલ મેળવવા માટે ભારતીય પ્રવાસીઓ પાસે નીચેના ડોક્યુમેન્ટ હોવા આવશ્યક છે

યુનાઈટેડ સ્ટેટ્સ ગ્રીન કાર્ડ, રહેઠાણ પરમિટ અથવા માન્ય વિઝા

યુરોપિયન યુનિયન અથવા યુનાઈટેડ કિંગડમના કોઈપણ દેશની માન્ય રહેઠાણ પરમિટ અથવા વિઝા

પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી છ મહિનાની હોવી જોઈએ

 

વિઝા એક્સ્ટેંશન

જો પ્રવાસીઓ લાંબા સમય સુધી યુએઈમાં રહેવા માંગતા હોય, તો વિઝાને 60 દિવસ સુધી લંબાવી શકાય છે, પરંતુ નિર્ધારિત ફી ચૂકવવી પડશે.

આ પરિવર્તન સંબંધો પર થશે અસર!

આ નીતિ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે મદદરૂપ છે. જેઓ વેપાર, પર્યટન અથવા અંગત કારણોસર યુએઈ જવા ઈચ્છે છે. યુએઈમાં પહેલેથી જ 35 લાખથી વધુ ભારતીયો રહે છે અને આ નવી નીતિથી મુસાફરી અને વ્યવસાયની તકો વધવાની અપેક્ષા છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: