અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે. અમેરિકાનું સુકાન કોના હાથમાં તે થોડા સમયમાં નક્કી થઇ જવાનુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી કમલા હૈરિસ. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ આમને-સામને છે જો કમલા હેરિસ આ ચૂંટણી જીતશે તો તે અમેરિકાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે અને જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતશે તો તેઓ બીજી વખત રાષ્ટ્રપતિની સીટ પર કબજો કરશે.


ગત ચૂંટણીની સરખામણીએ આ વખતેનો માહોલ તદ્દન અલગ છે. વર્ષ 2020 માં જ્યારે બાઇડન અને ટ્રમ્પ સામસામે હતા, ત્યારે કોવિડ -19 રોગચાળો સૌથી મોટો મુદ્દો હતો, પરંતુ આ વખતે ચૂંટણીના મુદ્દા અને વ્યૂહરચના અલગ છે, જે ભારતની લોકસભા ચૂંટણીની ધમાલની ઝલક દર્શાવે છે.

અમેરિકામાં શું છે ચૂંટણી મુદ્દો ?

અમેરિકા વિવિધતાનો દેશ છે. આમ જોઇએ તો આ દેશ વ્હાઇટ હાઉસ, કેપિટોલ હિલ અને ન્યૂયોર્કની પ્રખ્યાત સ્કાયલાઇનના રૂપમાં દેખાય છે. પરંતુ મોટાભાગના અમેરિકન લોકો રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને લોન માફી જેવા રોજિંદા મુદ્દાઓને મહત્વ આપે છે. મોટાભાગના મતદારો રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક પાર્ટીના નોંધાયેલા મતદારો છે, જે સામાન્ય રીતે તેમના પક્ષને વફાદાર હોય છે. કેટલાક એવા સ્વિંગ સ્ટેટ્સ છે, જ્યાં મતદારો ચૂંટણી પરિણામ નક્કી કરે છે. અહીંના સંવેદનશીલ મુદ્દાઓ, જેમ કે ગર્ભપાત અને ઇમિગ્રેશન, જનતાને અસર કરે છે.

ઉમેદવારોની વ્યૂહરચના

બંને ઉમેદવારો એકબીજા પર રાજકીય અને પર્સનલ પ્રહારો કરી રહ્યા છે. કમલા હૈરિસ મહિલાઓના ગર્ભપાતના અધિકારના હનનનો ભય દર્શાવીને સમર્થન મેળવી રહ્યા છે જ્યારે ટ્રમ્પ દાવો કરે છે કે કમલા હૈરિસ જો જીતશે તો અમેરિકા પર પ્રવાસીઓનું વર્ચસ્વ વધી જશે. એવામાં મતદારોને આકર્ષવા માટે આ વિવાદાસ્પદ મુદ્દા ચૂંટણી હથિયાર બની ગયા છે.

વિશ્વ પર શું અસર પડશે?

5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં કમલા હેરિસ જી તે કે ટ્રમ્પ. દુનિયા પર અમેરિકન નીતિઓની અસર મર્યાદિત રહેશે. અમેરિકાનું હિત સર્વોપરી છે અને તેના વૈશ્વિક પદચિહ્નને મજબૂત બનાવવું એ કોઈપણ વહીવટ માટે પ્રાથમિકતા રહેશે. જો ટ્રમ્પ જીતે તો ચીન કે ઈરાન અમેરિકાના દુશ્મન બની શકે છે જ્યારે હેરિસ રાષ્ટ્રપતિ બને તો રશિયાને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ ચૂંટણી વૈશ્વિક શાંતિમાં પરિવર્તન લાવશે નહીં, તે ફક્ત સંઘર્ષના મોરચો બદલી શકે છે.

ભારત માટે આ ચૂંટણી કેટલી મહત્વની ? 

હવે અમેરિકાની ચૂંટણી ભારત માટે કેમ મહત્વ ધરાવે છે તે વિશે વાત કરીએ તો, અમેરિકાનો દરેક નિર્ણય ભારતને પ્રભાવિત કરતો નથી. પરંતુ ભારત-લઅમેરિકાના સંબંધમાં સ્થિરતા અને ભાગીદારીને આ ચૂંટણીથી બળ મળશે. જીત કોઇની પણ હોય, ભારત સાથેના વેપાર અને સૈન્ય સમજૂતી એક સ્થિર વિષય બનીને રહેશે. ખાસ કરીને એશિયામાં ચીનની વધતી તાકાતને ધ્યાનમાં રાખીને.


  • Follow us on: