ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં ટ્રમ્પે જીત બાદ ટૂંકુ ભાષણ આપ્યું હતું. તેમાં તેઓએ જનતાનો આભાર માન્યો સાથે જ કેટલીક મહત્વની વાતો પણ કરી હતી.


અમેરિકાએ આ પહેલા ક્યારેય આવી જીત જોઈ નથી - ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મતદારોને સંબોધતા કહ્યું, 'અમે મતદાતાઓ માટે બધું જ યોગ્ય કરવા જઈ રહ્યા છીએ. આ એક રાજકીય જીત છે જે આપણા દેશે અગાઉ ક્યારેય જોઈ નથી. 47માં રાષ્ટ્રપતિ તરીકે હું તમારા માટે દરરોજ લડીશ. આ અમેરિકા માટે એક મહાન વિજય છે, જે અમેરિકાને ફરીથી મહાન બનાવશે.

ગેરકાયદેસર એન્ટ્રી નહી ચલાવી લેવાય- ટ્રમ્પ 

તો બીજી તરફ ચૂંટણી જીતતા જ ટ્રમ્પ આકરા પાણીએ જોવા મળ્યા હતા. અમેરિકામાં જવાની ઘેલછા લોકોમાં ગજબ છે. લોકો ગેરકાયદેસર રીતે પણ ત્યાં જવા માટે કરોડો ખંખેરતા ખચકાતા નથી. ત્યારે આવી રીતે જતા ઘૂસણખોરો માટે ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમારે હવે બોર્ડર સુરક્ષિત કરવી છે.  સાથે જ તેમણે અપીલ કરી કે તમે અમેરિકા આવો પણ. કાયદાકીય રીતે  આવો, અમેરિકામાં ગેરકાયદેસર એન્ટ્રી બંધ થશે.

આ જીત અવિશ્વસનીય- ટ્રમ્પ 

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. બુધવારે ટ્રમ્પે ફ્લોરિડાના પામ બીચમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. તેમણે ચૂંટણીને અભૂતપૂર્વ આંદોલન ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું, હું અમેરિકન લોકોનો આભાર માનું છું. ઇતિહાસની આ સૌથી મોટી રાજકીય ક્ષણ છે. આવનારા વર્ષો અમેરિકા માટે સોનેરી રહેશે. આ જીત ઐતિહાસિક અને અતુલ્ય છે. અમે અમેરિકાના ભવિષ્ય માટે કામ કરીશું. ટ્રમ્પે એલોન મસ્કના વખાણ કર્યા અને કહ્યું, તે એક અદ્ભુત માણસ છે. તાજેતરમાં અવકાશના પ્રક્ષેપણની પ્રશંસા કરી 

  • Follow us on: