જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો પોતાની રાશિ અનુસાર અભિષેક કરવામાં આવે તો તેનું શુભ ફળ વધુ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિનો પાવન તહેવાર ભગવાન શિવના ભક્તો માટે અત્યંત વિશેષ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી, રવિવારે ઉજવાશે. ધાર્મિક માન્યતા મુજબ આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. તેથી આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે.


મહાશિવરાત્રિના શુભ અવસરે ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત રાખે છે

મહાશિવરાત્રિના શુભ અવસરે ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત રાખે છે, રાત્રિ જાગરણ કરે છે અને શિવલિંગ પર જળ, દૂધ, બીલ્વપત્ર વગેરે અર્પણ કરીને અભિષેક કરે છે. માન્યતા છે કે આ દિવસે ભોળેનાથની આરાધના કરવાથી જીવનના દુઃખો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

રાશિ મુજબ યોગ્ય વસ્તુઓથી અભિષેક કરવો વધુ શુભ

શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો મહાશિવરાત્રિના દિવસે પોતાની રાશિ અનુસાર ભગવાન શિવનું પૂજન અને અભિષેક કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને મનની ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે. દરેક રાશિ પર અલગ-અલગ ગ્રહોનો પ્રભાવ હોય છે, તેથી રાશિ મુજબ યોગ્ય વસ્તુઓથી અભિષેક કરવો વધુ શુભ માનવામાં આવે છે.

આવો જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે તમારી રાશિ અનુસાર કઈ વસ્તુઓથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ, જેથી ભોળેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે.

મહાશિવરાત્રિ રાશિ અનુસાર કરો અભિષેક

મેષ રાશિ: પાણીમાં લાલ ચંદન મિશ્રિત કરીને અભિષેક કરો.

વૃષભ રાશિ: કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરો.

મિથુન રાશિ: શેરડીના રસથી અભિષેક કરવો શુભ માનવામાં આવે છે.

કર્ક રાશિ: શુદ્ધ પાણીમાં થોડું કેસર મિશ્રિત કરીને અર્પણ કરો.

સિંહ રાશિ: મધથી અભિષેક કરવાથી આત્મવિશ્વાસ વધે છે.

કન્યા રાશિ: દૂધ મિશ્રિત પાણી અર્પણ કરવું લાભદાયક રહેશે.

તુલા રાશિ: સુગંધિત પાણી અથવા ઇત્રથી અભિષેક કરો.

વૃશ્ચિક રાશિ: પંચામૃતથી અભિષેક કરવો શુભફળદાયી

ધનુ રાશિ: હળદર મિશ્રિત પાણી અર્પણ કરો.

મકર રાશિ: કાળા તલ મિશ્રિત પાણીથી અભિષેક કરો.

કુંભ રાશિ: ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરો.

મીન રાશિ: નાળિયેરનું પાણી અર્પણ કરવું વિશેષ શુભ માનવામાં આવે છે.

અભિષેક દરમિયાન “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવો. રુદ્રાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને દીવો પ્રગટાવવો પણ શુભ ગણાય છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવેલ પૂજન જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ લાવી શકે છે.

આ પણ વાંચો: Maha Shivratri 2026: શિવપૂજામાં ક્યાં ફૂલ ચડાવશો ક્યા છે વર્જીત જાણીલો સમગ્ર યાદી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: