ગુરનુર બ્રારે પોતાની ડેબ્યૂ સિરીઝમાં ઈતિહાસ રચ્યો. તેને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. ત્રીજી મેચમાં વિકેટ લઈને તેને ડેબ્યૂ સિરીઝમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ ફક્ત 3 ODI મેચ ધરાવતી સિરીઝ માટે જ માન્ય છે.
ગુરનુર બ્રારે અફઘાનિસ્તાન સામેની ત્રણેય વનડેમાં ઓછામાં ઓછી 1 વિકેટ લીધી હતી. ધર્મશાલામાં રમાયેલી પહેલી વનડેમાં તેને 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ લખનૌમાં તેને પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું અને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ત્રીજી વનડેમાં તેને મોહમ્મદ નબીને આઉટ કરીને સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ભારત માટે ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ વિકેટ
ભારત માટે ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અગાઉ યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણાના નામે હતો. બંનેએ પોતાની ડેબ્યૂ વનડે સિરીઝમાં 6 વિકેટ લીધી હતી. પરંતુ ગુરનુર બ્રારે તેમને પાછળ છોડી દીધા છે. તેને અફઘાનિસ્તાન સામેની 3 મેચની વનડે સિરીઝમાં 7 વિકેટ લીધી હતી.
યુઝવેન્દ્ર ચહલે 2016માં ઝિમ્બાબ્વે સામેની પોતાની ડેબ્યૂ સિરીઝમાં 6 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2021માં ઈંગ્લેન્ડ સામે પોતાની વનડે ડેબ્યૂ રમી હતી. પ્રસિદ્ધે તે સિરીઝમાં 6 વિકેટ લીધી હતી.
7 વિકેટ - ગુરનુર બ્રાર (વિરુદ્ધ અફઘાનિસ્તાન)
6 વિકેટ - યુઝવેન્દ્ર ચહલ (વિરુદ્ધ ઝિમ્બાબ્વે)
6 વિકેટ - પ્રસિદ્ધ કૃષ્ણા (વિરુદ્ધ ઈંગ્લેન્ડ)
ગુરનુર બ્રાર 2025 સીઝનથી IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે, પરંતુ તેને ગુજરાત માટે એક પણ મેચ રમી નથી. પરંતુ તે પહેલા તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. SMATમાં તેને 6 મેચમાં 10 વિકેટ અને વિજય હજારે ટ્રોફીમાં 8 મેચમાં 11 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા