શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે 2027ના ODI વર્લ્ડકપની તૈયારીઓ સાથે પોતાના અભિયાનની શરૂઆત જોરદાર રીતે કરી છે. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની 3 મેચની ODI સિરીઝમાં સફળતાપૂર્વક ક્લીન સ્વીપ કર્યું છે, જેમાં ઘરઆંગણે ત્રણેય મેચ જીતી લીધી છે.


સિરીઝની ત્રીજી મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમને 219 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેઓએ તેને ફક્ત 28.4 ઓવરમાં એટલે કે જરૂરી ટાર્ગેટથી 128 બોલ પહેલા હાંસલ કરી લીધો હતો, જે 200 થી વધુ રનના ટાર્ગેટ સામે ODI ઈતિહાસમાં ટીમની સૌથી મોટી જીત હતી.

200+ ના ટાર્ગેટ સામે ચોથી સૌથી મોટી ODI જીત

અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલએ 219 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે મજબૂત શરૂઆત આપી હતી. તેને પ્રથમ વિકેટ માટે 170 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. રોહિત 79 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે યશસ્વી જયસ્વાલ અણનમ 110 રનની સદી સાથે પરત ફર્યો હતો અને જીત પર મહોર લગાવી હતી. 

200 થી વધુના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરતી વખતે બોલ બાકી હોવાના સંદર્ભમાં ODI ક્રિકેટ ઈતિહાસમાં આ ચોથી સૌથી મોટી જીત છે. વેસ્ટ ઈન્ડિઝ 2003 માં કેનેડા સામે 177 બોલ બાકી રહેતા 203 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ટીમ છે.

200થી વધુના ટાર્ગેટ સામે બોલની દ્રષ્ટિએ સૌથી મોટી ODI જીત

વેસ્ટ ઈન્ડીઝ - કેનેડાવિરુદ્ધ 177 બોલ બાકી (203 રનનો ટાર્ગેટ, 2003)

ઓસ્ટ્રેલિયા - બાંગ્લાદેશ વિરુદ્ધ 144 બોલ બાકી (230 રનનો ટાર્ગેટ, 2011)

પાકિસ્તાન - ભારત વિરુદ્ધ 142 બોલ બાકી (217 રનનો ટાર્ગેટ, 1997)

ભારત - અફઘાનિસ્તાન વિરુદ્ધ 128 બોલ બાકી (219 રનનો ટાર્ગેટ, 2026)

ભારત - શ્રીલંકા વિરુદ્ધ 127 બોલ બાકી (217 રનનો ટાર્ગેટ, 2017)

ભારત એકમાત્ર પૂર્ણ સભ્ય ટીમ છે જે અત્યાર સુધી અફઘાનિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી

અત્યાર સુધી ભારતીય ટીમનો ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં અફઘાનિસ્તાન સામે પ્રભાવશાળી રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા એકમાત્ર પૂર્ણ-સભ્ય ટીમ છે જેને અફઘાનિસ્તાન હજુ સુધી કોઈપણ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં હરાવી શક્યું નથી. 

બંને ટીમો વચ્ચે કુલ 18 મેચ રમાઈ છે, જેમાં તમામ ફોર્મેટનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાએ તેમાંથી 16 જીતી છે, જ્યારે એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી અને એક રદ્દ થઈ હતી.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: