ટીમ ઈન્ડિયા હાલમાં શુભમન ગિલના કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ રમી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા પછી ટીમ ઈન્ડિયા બે મેચની T20I સિરીઝ માટે આયર્લેન્ડ જશે. આ સિરીઝ 26 જૂનથી શરૂ થશે, અને બીજી મેચ 28 જૂને રમાશે. 


ટીમ ઈન્ડિયા નવનિયુક્ત કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં આ સિરીઝમાં પ્રવેશ કરશે. આ સિરીઝમાં મેચોના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવીએ કે ફેન્સ ક્યારે વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ જોઈ શકશે.

IND vs IRE મેચનો સમય બદલાયો

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી, અને બંને ટીમોના કેપ્ટન તેના અડધા કલાક પહેલા ટોસ માટે મેદાનમાં ઉતરવાના હતા. પરંતુ હવે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 

બંને મેચ હવે દોઢ કલાક પહેલા શરૂ થશે. મેચ હવે ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે શરૂ થશે, અને ટોસ અડધો કલાક પહેલા ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યે થશે. 

બધાની નજર વૈભવ સૂર્યવંશી અને શ્રેયસ ઐયર પર રહેશે

આ સિરીઝમાં બધાનું ધ્યાન 2 ખેલાડીઓ પર કેન્દ્રિત રહેશે. શ્રેયસ ઐયર પહેલીવાર T20માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. તેને છેલ્લે 2021માં ટીમ ઈન્ડિયા માટે T20 મેચ રમી હતી. વધુમાં બધાનું ધ્યાન 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર કેન્દ્રિત રહેશે. તેને IPL માં પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું. 

આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: