ભારતીય ટીમ ઓગસ્ટ 2026માં શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. બંને દેશો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની દ્રષ્ટિએ આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ રહેશે.
શ્રીલંકા ક્રિકેટે આ પ્રવાસ પર 3 T20I મેચનું આયોજન કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ BCCIએ આ ઓફરને નકારી કાઢી છે. શ્રીલંકા સામે T20 સિરીઝ રમવાની ના પાડવાનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
શ્રીલંકાએ T20I સિરીઝનો પ્રસ્તાવ મૂક્યો હતો
શ્રીલંકા ક્રિકેટે BCCIને પ્રવાસ લંબાવવા અને T20I મેચોનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. SLC બોર્ડને આશા હતી કે ભારતની ભાગીદારી આર્થિક રીતે ફાયદાકારક રહેશે. શ્રીલંકા પ્રવાસ બાદ ભારતના આગામી ઈન્ટરનેશનલ મેચ પહેલા લગભગ બે અઠવાડિયાનો અંતર છે. તેથી શ્રીલંકા ક્રિકેટે 3 મેચની T20I સિરીઝનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
ભારત અને શ્રીલંકા વચ્ચે કોઈ T20I સિરીઝ નહીં હોય!
મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના વ્યસ્ત શેડ્યૂલ અને ખેલાડીઓના કાર્યભારને ટાંકીને આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે, "સૂત્રોએ પુષ્ટિ આપી છે કે બંને બોર્ડ વચ્ચેની ચર્ચા દરમિયાન બીસીસીઆઈએ પ્રસ્તાવ પર આગળ વધવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. ભારતીય બોર્ડે ભવિષ્યમાં આવી સિરીઝનું આયોજન કરવાની શક્યતાને નકારી નથી."
બે ટેસ્ટ મેચની સિરીઝ ક્યારે રમાશે?
હાલ માટે ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે અને તેમનું ધ્યાન ફક્ત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર કેન્દ્રિત રહેશે. બંને દેશો વચ્ચેની ટેસ્ટ સિરીઝ 15 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ એક મેચ ગૉલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને બીજી SSC ગ્રાઉન્ડ પર રમાશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા