અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં રેકોર્ડબ્રેક ઈનિંગ રમ્યા બાદ ભારતીય ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચેની શાનદાર કેમેસ્ટ્રી હવે ડ્રેસિંગ રૂમમાં પણ જોવા મળી રહી છે. BCCIએ શેર કરેલા વીડિયોમાં ઈશાન કિશન તેના કેપ્ટન અને પાર્ટનર શુભમન ગિલનો મજાકમાં સામનો કરતો જોવા મળે છે.
ઈશાન કિશન હસતા હસતા કેમેરા સામે શુભમન ગિલ પર આરોપ લગાવે છે, "તમે મારો સ્કોર 70 રનથી ઘટાડી દીધો."
ઈશાન કેમ ગુસ્સે થયો?
ઈશાન કિશને ભારતીય ઈનિંગની 37મી ઓવરમાં સતત 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ શુભમન ગિલે ઈશાનને ઓવરમાં 6 છગ્ગા ફટકારવાનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. શુભમન ગિલની વાત સાંભળીને વધુ પડતો આક્રમક બની ગયેલા ઈશાને બીજા જ બોલ પર પોતાનો શોટ ખોટો ફટકાર્યો અને બોલ ડીપમાં કેચ થઈ ગયો. ઈશાનની ફરિયાદ પર શુભમન ગિલ હસ્યો અને જવાબ આપ્યો, "તારે મારવાનું જ હતું." ઈશાન જેનો ઈશાન હસતાં હસતાં જવાબ આપ્યો, "100%."
ઈશાન બેવડી સદી ચૂક્યો
આઉટ થયા પહેલા ઈશાન કિશન એટલા શાનદાર ફોર્મમાં હતો કે એવું લાગતું હતું કે તે તેની ODI કરિયરની બીજી બેવડી સદી ફટકારશે. ઈનિંગમાં લગભગ 13 ઓવર બાકી હતી ત્યારે ઈશાન પાસે 2022માં બાંગ્લાદેશ સામે તેના બેસ્ટ ODI સ્કોર (210 રન) ને પાર કરવાની સુવર્ણ તક હતી. પરંતુ તે તે હાંસલ કરી શક્યો ન હતો, છતાં તેને માત્ર 79 બોલમાં 125 રનની ધમાકેદાર ઈનિંગ રમી.
આ તેની બીજી ODI સદી હતી, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 158.23 હતો. વીડિયોમાં શુભમન ગિલે ઈશાનની પાર્ટનરશીપ દરમિયાન વધુ પડતી સ્ટ્રાઈક લેવા બદલ મજાક પણ ઉડાવી હતી. ઈશાને જવાબ આપ્યો કે વિકેટ બેટિંગ માટે સારી હતી અને તે ફક્ત ખાતરી કરવા માગતો હતો કે જ્યારે સ્પિનરો આવે ત્યારે તે તેમના પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવે.
શુભમન ગિલની ક્લાસિક 154 રનની ઈનિંગ
ઈશાન કિશન મેદાન પર સંપૂર્ણપણે આક્રમક હતો, તો બીજી બાજુ કેપ્ટન શુભમન ગિલે ખૂબ જ સુંદર અને સંકલિત ઈનિંગ રમી. શુભમન ગિલે 110 બોલમાં 154 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં તેવે 22 ચોગ્ગા અને ફક્ત 2 છગ્ગા ફટકાર્યા, પોતાની તાકાત કરતાં સમય પર આધાર રાખ્યો.
આ બંને બેટ્સમેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 224 રનની મોટી પાર્ટનરશીપ થઈ, જેના આધારે ભારતે ODI ઈતિહાસમાં રેકોર્ડ 402 રન બનાવ્યા. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ ODI મેચ શનિવારે રમાશે, જ્યાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ પર નજર રાખશે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા