ભારતની રાજધાની દિલ્હીમાં જન્મેલા અને પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમનારા નિખિલ ચૌધરીએ ગયા બુધવારે 17 જૂનના રોજ ઓસ્ટ્રેલિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 


બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ માટે નિખિલને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. કાંગારૂ ટીમ માટે ડેબ્યૂ કર્યા પછી નિખિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે તે હંમેશા ઓસ્ટ્રેલિયા માટે રમવા માગતો હતો. 

નિખિલ ચૌધરીએ માર્ચ 2017 માં પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તે યુવરાજ સિંહ, હરભજન સિંહ અને શુભમન ગિલ જેવા સ્ટાર્સ સાથે રમ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ડેબ્યૂ પછી તેનું અચાનક નિવેદન આશ્ચર્યજનક હતું. 

'મેં હંમેશા ઓસ્ટ્રેલિયા માટે રમવાનું સ્વપ્ન જોયું હતું'

બાંગ્લાદેશ સામેની પોતાની ડેબ્યૂ મેચ બાદ બોલતા નિખિલે કહ્યું કે "તમે હંમેશા ઓસ્ટ્રેલિયા માટે રમવાનું સ્વપ્ન જોશો. એકવાર મેં ઓસ્ટ્રેલિયામાં રમવાનું શરૂ કર્યું, પછી હું હંમેશા ઓસ્ટ્રેલિયા માટે રમવાનું સ્વપ્ન જોતો હતો. આ કદાચ મારા જીવનની બેસ્ટ ક્ષણ હતી."

નિખિલ ઓસ્ટ્રેલિયા કેવી રીતે પહોંચ્યો?

નિખિલ 2020 માં કામ માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. તે સમયે કોવિડને કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને સરહદો બંધ હતી. નિખિલને ઓસ્ટ્રેલિયામાં રહેવાની ફરજ પડી હતી. આ પછી નિખિલે કાયમી ધોરણે ઓસ્ટ્રેલિયામાં રહેવાનું નક્કી કર્યું. નિખિલ ઓસ્ટ્રેલિયાનો નાગરિક ન હોવા છતાં, તેને ઓસ્ટ્રેલિયા માટે રમવાની પરવાનગી આપવામાં આવી હતી.

નિખિલને 2024-25 બિગ બેશ લીગમાં હરિકેન્સ તરફથી રમવાની તક મળી. ત્યારબાદ તેને તાસ્માનિયા માટે લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. ધીમે ધીમે નિખિલ ઓસ્ટ્રેલિયન ટીમની નજીક ગયો. હવે ટ્રેવિસ હેડની ગેરહાજરીમાં નિખિલને બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં રમવાની તક મળી. આમ નિખિલ ઓસ્ટ્રેલિયા પહોંચ્યો અને રમવાની તક મેળવી. ઓસ્ટ્રેલિયા માટે નિખિલનું કરિયર કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે. 

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: