અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધ સાથે ફિઝિયોથેરાપીના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક ગઠિયાઓ ફિઝિયોથેરાપી આપવાના બહાને વૃદ્ધના ઘરે પહોંચ્યા હતા અને તેમને ડરાવ્યા હતા કે તેમના શરીરમાં 'કાળું લોહી' જમા થઈ ગયું છે. આ લોહી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી ગઠિયાઓએ અંધશ્રદ્ધા અને ડરનો લાભ લીધો હતો. ઠગબાજોએ લોહીના એક ટીપાના ₹7,000 લેખે ગણતરી કરી વૃદ્ધ પાસેથી કુલ ₹4 લાખની મસમોટી રકમ પડાવી લીધી હતી.


ટ્રીટમેન્ટના નામે છેતરપિંડી

આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વૃદ્ધ આ રકમ ચૂકવવા માટે બેંકમાં રૂપિયા ઉપાડવા પહોંચ્યા હતા. એકસાથે મોટી રકમ ઉપાડતા જોઈ બેંકના કર્મચારીને શંકા ગઈ હતી અને તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરી હતી. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં આ એક સુનિયોજિત છેતરપિંડી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ઠગ ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કિસ્સો શહેરી વિસ્તારોમાં રહેતા વડીલો માટે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો : Court verdict : દુષ્કર્મ મામલે કોર્ટનો કડક નિર્ણય, આટકોટ દુષ્કર્મ પહેલા આ કેસમાં આપ્યો હતો મોટો ચુકાદો...

  • Follow us on: