ભરૂચ પોલીસ હેડકવાર્ટમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોતાના રુમમાં પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યુ છે, લીસકર્મી પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો આપઘાત અને મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે, હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર મચી છે, મૂળ ભાવનગરના પોલીસકર્મી 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે કર્યો આપઘાત અનેપોતાના રૂમમાં પંખા સાથે લટકી જીવનને અલવિદા કર્યુ છે, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસને હાલમાં કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય પોલીસની પૂછપરછ કરી છે, પ્રેમમાં અંતિમ પગલુ ભર્યુ કે કોઈ અન્ય કારણ છે આપઘાતનું તેને લઈ તપાસ ચાલી રહી છે.













