દાહોદમાં ટાયર ફાટતા પીકઅપ ડાલે પલટી મારી હતી અને મહારાષ્ટ્રથી હિંમતનગર જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા છે, કોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો તેનું કારણ અકબંધ છે.


ગાડીનું ટાયર ફાટતા 2 લોકોના મોત

દાહોદમાં અકસ્માતની ઘટના બની છે અને અકસ્માતની ઘટનામાં 2ના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, દાહોદના વલુંડી નજીક આ અકસ્માતની ઘટના બની છે, ટાયર ફાટતા બોલેરો પિકઅપે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, મજૂરો હતા ડાલામાં જે મજૂરી અર્થે હિંમતનગર જઈ રહ્યાં હતા તે દરમિયાન આ ઘટના બની છે, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં

મહારાષ્ટ્રથી હિંમતનગર કપાસ મજૂરીએ જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે અને પરિજનોને પણ જાણ કરવામાં આવી છે, મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, કયારેક એવું થાય છે કે, ટાયરમાં વધારે હવા ભરેલી હોય છે અને તે જમીન સાથે ઘર્ષણ કરે છે અને ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે.


આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન ફેઝ-1 અને 2નું કામ પૂર્ણ, PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર રૂટની શરૂઆત કરાવશે


  • Follow us on: