સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એક્શન મોડમાં છે. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુડા ફાટક પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
925 દારૂની બોટલો જપ્ત
એલસીબીની ટીમે કુડા ફાટક પાસે શંકાસ્પદ જણાતી બોલેરો પીકઅપ ગાડીને અટકાવી ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ કુલ 925 બોટલો કિંમત રૂ. 3,02,100 અને એક બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂપિયા 3,00,000 જપ્ત કરાઈ છે. કુલ મુદ્દામાલ રૂપિયા 6,02,100/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.













