પૂર્વ કચ્છમાં ગુના આચરવા માટે સંગઠિત થઈને ઘટનાને અંજામ આપનાર સામે પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે, પૂર્વ કચ્છમાં ગુજસીટોકને લઈ આ છઠ્ઠો ગુનો નોંધવામાં આવ્યો છે, ખુશાલ ગૌસ્વામી, દેવાંગ ચાવડા કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા વિરુદ્ધ કાર્યવાહી કરી જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે.
સિન્ડિકેટ બનાવીને આચરતા હતા ગુનો
આ શખ્સો લૂંટ, દારૂ, એટ્રોસીટી, મારામારીના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. જે પૈકી ખુશાલ સામે આવા સાત, દેવાંગ વિરુદ્ધ ચાર તથા કિશોર વિરુદ્ધ ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે. આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી પોલીસે ન્યાયાલયની પરવાનગી માગી હતી. ત્યાંથી આ દરખાસ્ત મંજૂર થતાં આ ટોળકી સામે ગુજસીટોકની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં અંજાર પોલીસ દ્વારા વધુ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાતાં આરોપીઓમાં સોપો પડી ગયો હતો.
પૂર્વ કચ્છમાં અને સમગ્ર રેન્જમાં પહેલી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો
અંજાર પોલીસે અગાઉ રિયા ઇશ્વર ગોસ્વામી, આરતી ઇશ્વર ગોસ્વામી, તેજસ ઇશ્વર ગોસ્વામી, શબીર ઉર્ફે સબલો અઝરૂદ્દીન બાયડ, ફિરોઝ રજુ લંઘા, વસંત ઉર્ફે વસલો, રમેશ કોળી તથા હાલમાં આ ત્રણ સામે ગુજસીટોક દાખલ કરીને સમગ્ર સરહદી રેન્જમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ફિરોઝ ઉર્ફે ગુગલી હુસેન મમણ, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, કાસમ અલી મથડા, ઇસ્માઇલ ઇબ્રાહીમ મથડા, અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, ઉમર ઉર્ફે ભૂરો કાસમ ચાવડા, અકરમ ઇસ્માઇલ ચાવડા, કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા અને જુમા આમદ સેહા સામે પૂર્વ કચ્છમાં અને સમગ્ર રેન્જમાં પહેલી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર, દાદાને સુખડી અને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો