સુરતમાં ગાંજા સાથે એક ઝડપાયો છે અને સચિન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, અખિલેશ સરોજને ઝડપી પાડ્યો છે અને 3.020 ગ્રામનો ગાંજો ઝડપાયો છે જેની કિંમત રૂપિયા 1.51.000 લાખ છે, હાલ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.


સચિન પોલીસે ગાંજા સાથે એકની કરી ધરપકડ

સુરતમાંથી અવાર-નવાર ગાંજો ઝડપાતો હોય છે અને સચિન પોલીસે ગાંજા સાથે એકની ધરપકડ કરી છે, ગાંજો કયાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, મહત્વનું છે કે, આ ગાંજાનું છૂટક વેચાણ થતું હશે તેવું પોલીસનું અનુમાન છે અને પોલીસ આ મામલે રિમાન્ડ પણ માગી શકે છે.

12 ફેબ્રુઆરીએ સુરતમાંથી ઝડપાયો હતો ગાંજો

સુરતમાં ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા હતા અને 16.105 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા હતા, સિકંદરાબાદ-રાજકોટ એક્સ.ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો અને ગાંજા સહિત કુલ 9.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરવામાં આવી હતી.


આ પણ વાંચો : Gandhinagar News : આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર થશે શરુ, બુધવારે નાણામંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરશે


  • Follow us on: