રાજ્યનું બજેટ 4.10 લાખ કરોડ રહેવાની ધારણા છે અને રાજ્યપાલના સંબોધથી શરુ થશે વિધાનસભા સત્ર અને આભાર પ્રસ્તાવ બાદ શોકદર્શક ઉલ્લેખ કરાશે, પૂર્વ મંત્રી, વિધાનસભ્યના અવસાન અંગે શોક વ્યક્ત કરાશે અને સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ ચર્ચા માટે મુકાશે જેમાં અહેવાલો, હિસાબ, ઓડિટ અહેવાલ મેજ પર મુકાશે.


આરોગ્ય, મહિલા બાળ વિકાસના અહેવાલો રજૂ કરાશે

અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મુકાશે અને UCC જેવા વિધેયકો ગૃહમાં રજૂ થાય તેવી શક્યતાઓ છે, સરકાર 7 નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે. વિધાનસભા સત્ર અગાઉ ભાજપ ધારાસભ્યોની બેઠક મળશે અને સત્ર દરમિયાન રજૂ થનારા બિલોની માહિતી અપાશે, બજેટની જોગવાઈઓ અંગે માહિતગાર કરાશે જેમાં CM, DyCM અને પ્રદેશ અધ્યક્ષ હાજર રહેશે અને સરકારના તમામ મંત્રી, ધારાસભ્યો હાજર રહેશે, વિધાનસભા ખાતે 10 વાગ્યે બેઠકનું આયોજન કરાયું છે.

વિધાનસભા બજેટ સત્રના પ્રારંભ સાથે આજે ગુજરાત કોંગ્રેસની જનાક્રોશ સભા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, સત્રના પહેલાં દિવસે ગુજરાત કોંગ્રેસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જનઆક્રોશ સભા યોજીને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે, થોડાક દિવસ પહેલાં જ વિપક્ષે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, આ સભામાં ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે, એસઆઈઆરને લઈને લોકોના મતાધિકાર છિનવવા પ્રયાસ, બેફામ ભ્રષ્ટાચાર, મોંઘવારી, મોંઘું શિક્ષણ સહિતના પ્રશ્નો ઉજાગર કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસમાં અંદરો અંદર જૂથવાદનો સડો ફેલાયો છે, સંખ્યાબંધ લંગડા ઘોડા કે લગ્નના ઘોડા જેવા નેતાઓને સાઈડ લાઈન કરાયા છે, આ તબક્કે હાઈકમાન્ડના આદેશથી બજેટ સત્રના પહેલાં દિવસે જનઆક્રોશ કાર્યક્રમ નક્કી કરાયું છે.


આ પણ વાંચો : Junagadh News : વિવાદીત કિર્તી પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા સાધુ-સંતોમાં રોષ, કિર્તી પટેલે કહ્યું, શું હું સનાતની નથી ?


 

  • Follow us on: