સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે. સુરતમાં ગુનાહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 100થી વધુ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે.


છેલ્લા 1 વર્ષમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી

સુરત લીંબાયત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગુનાહિત આરોપીઓને પાસા હેઠળ ધકેલાયા છે, 1 વર્ષમાં 100 થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, આરોપીઓને રાજ્યના અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાસ હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.

13-07-2025ના રોજ 26 આરોપીની કરાઈ હતી સુરતમાં પાસા

સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી હતી, આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઇલ સ્નેચીંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલાયા હતા.

પાસાનો કાયદો શું છે જાણો

પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો : Kutch News : કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા


  • Follow us on: