સુરેન્દ્રનગર જીલ્લામાંથી બે નેશનલ હાઇવે પસાર થાય છે અને તેમાનો એક કચ્છ અમદાવાદ હાઇવે લાંબા અંતરનો પસાર થાય છે જેથી હાઇવે કાયમી ટ્રાફિકથી ધમધમતા હોય છે અને હાઇવે પર અવાર નવાર બિનવારસી મૃતદેહ મળતા હોય છે. ત્યારે ફરી ધ્રાંગધ્રા નાગાબાવાની વાવ પાસે આવેલ સરકારી ગોડાઉનની પાછળ અને ડીસીડબલ્યુ કંપનીના પાણીના ખાડામાં તરતી હાલતમાં પુરૂષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ પહોંચી હતી.
હત્યા કરીને મૃતદેહ પાણીમાં નાખ્યો હતો
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી અને મૃતદેહને સ્થાનિકોની મદદથી પાણીમાંથી બાહાર કાઢતા પ્રથમ રીતે આ મરણ જનાર યુવક પર માથાના ભાગે બોથડ પદાર્થ થી ઘા મારેલ હોવાના નિશાન દેખાતા હતા અને યુવકના મૃતદેહને જ્યારે પાણીના ખાડામાંથી બહાર કાઢયો ત્યારે નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો અને યુવકની માથાની ખોપરી પણ નીકળી ગયેલી હાલતમાં જોવા મળી હતી જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા DYSP, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોતરાયો હતો.













