વડોદરા શહેરના એક ભરચક ટ્રાફિક સિગ્નલ પરથી અત્યંત શરમજનક અને અશ્લીલ હરકતનો વીડિયો સામે આવ્યો છે. ટ્રાફિકમાં ઊભેલા વાહનોની વચ્ચે એક બાઈક ચાલક યુવકે જાહેરમાં જ લઘુશંકા કરી અશ્લીલ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા પોલીસે ત્વરિત પગલાં ભરીને આ હરકત કરનાર યુવક ગણેશ દિનકરની ધરપકડ કરી લીધી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે યુવક દારૂના નશામાં ધૂત હતો અને તેને પોતાની હરકતનું ભાન નહોતું.
પોલીસનો અસલી પરચો
પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા આરોપી ગણેશ દિનકર સામે પ્રોહિબિશન એક્ટ અને મોટર વ્હિકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, જાહેરમાં આવી અસભ્ય વર્તણૂક કરનારા તત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે માટે પોલીસે આરોપી પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવીને તેને પાઠ હતો. ટ્રાફિકના નિયમો અને જાહેર શિષ્ટાચારનો ભંગ કરનારા આવા તત્વો સામે વડોદરા પોલીસની આ આકરી કાર્યવાહીની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.













