ઝડપાયેલા આરોપી મિલકત, શરીર સબંધી ગુનાઓમાં રીઢા ગુનેગાર છે અને 100થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો આવી બહાર અને હિંમતનગર, ગોધરા, સાબરકાંઠામાં ગુનાઓને આપ્યો અંજામ, ગાંધીનગર, અમદાવાદમાં ગુનાખોરીને આપ્યો હતો અંજામ. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026માં પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે.
વડોદરામાં પ્રથમ ગુનો વર્ષ 2026માં ગુજસીટોકનો નોંધાયો
વડોદરા શહેર તથા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી વધુ એક સિકલીગર ગેંગ સામે મકરપુરા પોલીસ મથકે ગુજસીટૉકના વિશેષ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદના ૮ આરોપીઓ પૈકીના ૫ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં પણ સિકલીગર ટોળકી સામે ગુજસીટૉકનો ગુનો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૬ના પ્રારંભ સાથે આ પ્રથમ ગુજસીટૉકનો કેસ રજિસ્ટર થયો છે.













