વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું કે, ગુનાઓને અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા પ્રિવેન્ટીવ મેજર્સ લેવામાં આવ્યા છે. આજના આંકડાઓ પ્રમાણે, શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે અને બનેલા ગુનાઓમાં 73.5% કેસોમાં સફળ ડિટેક્શન થયું છે.
ડિકોયના ગુનામાં 100% ડિટેક્શન
તેમણે કહ્યું કે ડિકોયના ગુનામાં 100% ડિટેક્શન અને લૂંટ ના ગુનાઓમાં 100% ડિટેક્શન થયું છે તો ઘરફોડ ચોરીના ગુનામાં 76% ડિટેક્શન થયું છે.
ચેઇન સ્નેચિંગના ગુનામાં 96% ડિટેક્શન
આ સાથે તેમણે માહિતી આપી કે ચેઇન સ્નેચિંગના ગુનામાં 96% અને અન્ય ગુનાઓમાં 73.5% ડિટેક્શન થયું છે. આ ઉપરાંત, સાઇબર ક્રાઇમમાં 44.08 લાખ રૂપિયાનો મુદ્દામાલપરત કર્યો છે. ગુમાવેલા સામાનમાં 1243 મોબાઇલ, વાહન, સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સામેલ છે.
વડોદરા પોલીસ 22 કરોડથી વધુનો મુદ્દામાલ લોકો સુધી પરત પહોંચાડવામાં સફળ રહી
કમિશનરના જણાવ્યા અનુસાર, નાગરીકોને ગુમાવેલા મુદ્દામાલ પરત મળતા પોલીસ તરફથી જાહેર પ્રતિબદ્ધતા જોવા મળે છે. વર્ષભર વડોદરા પોલીસ 22 કરોડથી વધુનો મુદ્દામાલ લોકો સુધી પરત પહોંચાડવામાં સફળ રહી છે, જેમાં 18.14 કરોડ રૂપિયા મુખ્યત્વે ચોરી અને લૂંટના મામલામાં સામેલ છે.
698 અરજદારોને કુલ 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો
પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે 31 ડિસેમ્બરે તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન 698 અરજદારોને કુલ 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો. આ મુદ્દામાલમાં ચોરી, લૂંટ અને ઠગાઇમાં ગયેલા ઘરેણાં, મોબાઇલ અને રોકડ રકમનો સમાવેશ છે. અરજદારો પોતાના ગુમાવેલા સામાન લઈ ખુશીથી ફૂલ્યા.
શહેર પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં રેકોર્ડબ્રેક કામગીરી નોંધાઈ
વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેરમાં 87 કાર્યક્રમો યોજાયા જેમાં 1840 લાભાર્થીઓને 22.84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો. વડોદરા શહેર પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં રેકોર્ડબ્રેક કામગીરી નોંધાઈ છે. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓ અને અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું
આ પણ વાંચો----- Gujarat : નવા DGPની પસંદગી માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો કોણ બનશે ડીજીપી