કચ્છના રાપરમાં આડેસરમાં નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. રાપર કચ્છના પ્રવેશદ્વાર આડેસર ખાતે રાધનપુર સામખીયાળી હાઈવે પર વન વિભાગની કચેરી પાસે સહારા હોટલ કે જે સરકારી જમીન પર દબાણો કરી બનાવવામા આવી હતી તે હારુન અયુબ હિંગોરજા નામના ગુનેગારની હતી જે જમીન પરનું દબાણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આડેસર પોલીસ સ્ટેશન માટે જમીન ફાળવણી
અહીં આશરે દસ હજાર ચોરસ મીટર જમીન પર દબાણ કરી હોટલ બનાવવામા આવી હતી.આ જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનાવવા માટે પોલીસ દ્વારા સરકાર તથા જિલ્લા કલેકટર પાસે માંગણી કરવામાં આવી હતી. જે મંજુર થઈ જતાં આજે આ જમીનનો કબજો મેળવી આડેસર પોલીસ સ્ટેશન બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર આડેસર પીઆઈ જે.બી આચાર્ય સહિતના પોલીસ કર્મચારીઓએ મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશન માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.













