મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપારના મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ઊંઝા પોલીસે હાઈવે રોડ પર આવેલા ભવન કોમ્પ્લેક્સના પ્રથમ માળે સ્થિત 'ન્યુ વ્રજ ગેસ્ટ હાઉસ'માં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સંચાલક સહિત ગ્રાહકો અને મહિલાઓને ઝડપી પાડ્યા
આ સમગ્ર ઓપરેશન ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકી અને પીએસઆઈ એમ.કે. કાપડિયાની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર તપાસ કરતા ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની હકીકત સામે આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક સહિત ગ્રાહકો અને મહિલાઓને ઝડપી પાડ્યા હતા.













