વાવ થરાદ માર્કેટ યાર્ડમાં ચૂંટણીની હલચલ તેજ થઈ છે. નવા સુકાનીઓ માટે રાજકીય ગતિવિધિ વધી છે. ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 16 જૂને સેન્સ પ્રક્રિયા યોજાશે. 18 જૂને ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણીનું મતદાન થશે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો છે. અઢી વર્ષ માટે નવા સુકાનીની પસંદગી કરાશે. 


ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ

જાહેર થયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર,આગામી 16 જૂનના રોજ સંભવિત ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ત્યારબાદ 18 જૂનના રોજ ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે વિધિવત રીતે ચૂંટણી યોજાશે.વાવ માર્કેટયાર્ડ પર ભાજપ પ્રેરિત પેનલનું શાસન હોવાથી પક્ષ દ્વારા કોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવે છે તે સૌથી મહત્વનું બની રહેશે.16 જૂને યોજાનારી સેન્સ પ્રક્રિયામાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનોની સાથેસાથે પ્રદેશ ભાજપના નિરીક્ષકો પણ ખાસ હાજર રહે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

વાવ માર્કેટયાર્ડમાં ચૂંટણીની હલચલ તેજ

વાવ-થરાદ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓ માટે આ માર્કેટયાર્ડ આર્થિક ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર છે.આ સંજોગોમાં આગામી અઢી વર્ષ માટે માર્કેટયાર્ડનું સુકાન કોના હાથમાં જશે,ભાજપ કયા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળશે અને ચેરમેન-વાઈસ ચેરમેનની કમાન કોને સોંપવામાં આવશે, તેના પર હાલ સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે.ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા સ્થાનિક નેતાઓએ અત્યારથી જ ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ પોતાની ગોઠવણ અને લોબિંગ શરૂ કરી દીધું છે.


આ પણ વાંચોઃ Banaskantha News : સાળંગપુર ટ્રેડમાર્ક રદ નહીં કરાય તો લડત તેજ થશેઃ બ્રહ્મ સમાજનો હુંકાર



  • Follow us on: