અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ભરેલા અને ખૂબજ વ્યસ્ત ગણાતા ગીતા મંદિર વિસ્તાર નજીક એક ગંભીર આગની ઘટના સામે આવી છે.અહીં એક ગેસ એજન્સીની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જે દુકાનમાં આગ લાગી ત્યાં અંદાજે 10 જેટલા ગેસ સિલિન્ડર હતા. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગીતા મંદિર પાસે આગની ઘટના
અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં એક ગેસ એજન્સીની દુકાનમાં સિલેન્ડર લીકેજથી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ દુકાનમાં અંદાજે 10 જેટલા સિલિન્ડર હતાં. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગની ઘટનાની જાણ થતાં જ તંત્ર પહોંચી ગયું હતું. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રસ્તા પર પસાર થતાં વાહનો પણ આગની ઘટનાને લઈને અટકી ગયા હતાં.













