12 જૂન, 2025... આ એ કાળી તારીખ છે જેને અમદાવાદ, ગુજરાત કે આખો દેશ ક્યારેય ભૂલી નહીં શકે. એ સાંજે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 એ 230થી વધુ મુસાફરો સાથે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરી હતી. પરંતુ, ટેક ઓફ કર્યાની માત્ર 32થી 35 સેકન્ડમાં જ પ્લેન મેડિકલ કોલેજ અને અતુલ્યમ બિલ્ડિંગ પાસે તૂટી પડ્યું હતું. આ કાળજું કંપાવનારી ભયાનક દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 260 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા


એક વર્ષ બાદ ક્રેશ સાઇટના દૃશ્યો ફરી સામે આવ્યા

આજે એક વર્ષ બાદ ક્રેશ સાઇટના દૃશ્યો ફરી સામે આવ્યા છે. અકસ્માતમાં હોસ્ટેલની 3 બિલ્ડિંગ અને મેસ બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, જે આજે પણ એ જ જર્જરિત સ્થિતિમાં ઊભી છે. વળતરના વાયદાઓ વચ્ચે પીડિત પરિવારો આજે પણ સાચા ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

 


તપાસને લઈને ગંભીર સવાલો

બીજી તરફ, આ પ્રથમ વરસીએ ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશનના પ્રમુખ સી.એસ. રંધાવા દ્વારા પ્લેન ક્રેશની તપાસને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, વિમાન, તેની કમ્પ્યુટર સિસ્ટમ અને એન્જિન બનાવનારી ત્રણેય કંપનીઓ અમેરિકાની છે અને પ્રાથમિક તપાસમાં જ આ વિદેશી કંપનીઓને ક્લીનચીટ આપી દેવાઈ છે.

જાહેર હિતની અરજી દાખલ

DGCA મુજબ ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હતી. પાયલોટ એસોસિએશન દ્વારા હવે આ મામલે સત્ય સામે લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં મૃતક પાયલોટના પિતાને સહ-અરજદાર બનાવીને જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેને પગલે આ મામલો ફરી ગરમાયો છે. 


આ પણ વાંચો---   Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી


  • Follow us on: