ગુજરાત યુનિવર્સિટી ખાતે 'ભારત કુલ'નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને BAPSના બ્રહ્મ વિહારી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા 'ભારત કુલ' કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ 12, 13 અને 14 એમ ત્રણ દિવસ ચાલશે. ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ એટલે 'ભારત કુલ'કાર્યક્રમ.
જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું, ભૂપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમના પ્રથમ દિસવે સંબોધન કરતા કહ્યું કે 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આપણે સાથે મળીને વિકસિત ભારત બનાવીશું. વધુમાં તેમણે કહ્યું કે આપણે જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. જેટલા વધુ પ્રશ્નો પૂછો તેટલો જવાબ સાચો મળે. મીડિયા જે નેગેટિવ લે છે તેને અમે પોઝિટિવ લઇએ છીએ.













