અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં સનસનાટી મચાવનારા કથિત "લવ જેહાદ" અને વ્યવસ્થિત છેતરપિંડીના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હિન્દુ નામ ધારણ કરી મેટ્રીમોનિયલ સાઈટના માધ્યમથી મહિલાઓને જાળમાં ફસાવતા મુખ્ય આરોપી કરીમ સિપાઈ વિરુદ્ધ હવે કાયદાનો સિંકજો વધુ મજબૂત બન્યો છે. પોલીસ તપાસમાં આરોપીના લેપટોપમાંથી અનેક ચોંકાવનારા ડિજિટલ પુરાવા અને બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં આરોપી સામે વધુ કડક કલમો ઉમેરવા માટેની કાનૂની અરજી કરવામાં આવી છે.


ખોટા હિન્દુ નામથી પ્રોફાઈલ બનાવી

આરોપી કરીમની ગુનાહિત કુંડળી તપાસતા સામે આવ્યું છે કે તે ‘આદિત્ય પટેલ’ નામના ખોટા હિન્દુ નામથી પ્રોફાઈલ બનાવીને ખાસ કરીને વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાન બનાવતો હતો.

મોંઘી ગિફ્ટ આપીને તે મહિલાઓનો વિશ્વાસ જીતી લેતો

તે પોતાને એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તરીકે ઓળખાવી, મોંઘી ગિફ્ટ આપીને તે મહિલાઓનો વિશ્વાસ જીતી લેતો હતો. ત્યારબાદ, મહિલાઓ સાથે વિતાવેલી અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારીને, નવો ધંધો શરૂ કરવાના બહાને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો.

100થી વધુ મહિલાઓની અંગત માહિતી, વાંધાજનક ફોટા મળ્યા

ક્રાઈમ બ્રાન્ચની સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના ડિજિટલ ડિવાઈસમાંથી 100થી વધુ મહિલાઓની અંગત માહિતી, વાંધાજનક ફોટા અને વીડિયોનો જથ્થો મળી આવ્યો છે. આટલું જ નહીં, આદિત્ય પટેલના નામે ગુના આચરવા માટે તેણે નકલી સરકારી દસ્તાવેજો જેવા કે ઓળખપત્રો, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ પણ બનાવ્યા હોવાનું ખુલ્યું છે.

 ઓર્ગેનાઈઝ્ડ ગેંગની શંકા

હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ ડિજિટલ પુરાવાઓને એફએસએલ ની મદદથી તપાસવામાં આવી રહ્યા છે. પોલીસને દ્રઢ શંકા છે કે કરીમ સિપાઈ એક મોટી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ સાથે સંડોવાયેલો છે જે આ પ્રકારના નેટવર્કને ઓપરેટ કરે છે. આ દિશામાં હવે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

  • Follow us on: