અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાં પાંચ દિવસ પહેલાં બનેલી ભયાનક અગ્નિકાંડની ઘટનામાં આખરે ઓઢવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓઢવ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક નિર્દોષ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ તેજ કરી હતી, જેમાં કંપનીમાં સલામતી અને સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ઓઢવ પોલીસે પ્લાસ્ટિક કંપનીના બે માલિકો સામે ગુનો દાખલ કર્યો છે.
માલિક અરુણ માંગરોલીયા અને સાગર માંગરોલીયા સામે બેદરકારીનો ગુનો
પોલીસે તપાસ બાદ કંપનીના માલિક પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીના માલિક અરુણ માંગરોલીયા અને તેમના પુત્ર સાગર માંગરોલીયા સામે બેદરકારી અને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.













