અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસુ,અતિશય ગરમી અને બદલાતા વાતાવરણની નકારાત્મક અસરોથી બ્રિજોને સુરક્ષિત રાખવા માટે તંત્ર દ્વારા અંદાજે 2.81 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરીને શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બ્રિજોની કાયાપલટ કરવામાં આવશે.


ગુણવત્તા જાળવવા એન્ટી કાર્બોનેશન પેઇન્ટ કરાશે

વાતાવરણમાં થતા સતત બદલાવ અને પ્રદૂષણને કારણે બ્રિજના આરસીસી સ્ટ્રક્ચરને મોટું નુકસાન થતું હોય છે.બ્રિજની આંતરિક ગુણવત્તા અને મજબૂતાઈ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે તેના પર ખાસ પ્રકારનો એન્ટી કાર્બોનેશન પેઈન્ટ કરવામાં આવશે.આ પેઇન્ટ બ્રિજને ભેજ, કેમિકલ અને વાતાવરણની હાનિકારક અસરોથી બચાવશે, જેનાથી બ્રિજનું આયુષ્ય વધશે.બ્રિજની મજબૂતાઈની સાથે-સાથે તેની સુંદરતામાં પણ વધારો કરવામાં આવશે. 

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરાશે

આ યોજના અંતર્ગત બ્રિજના મુખ્ય સ્પાન પર ડેકોરેટિવ પેઇન્ટ કરવામાં આવશે.જે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. રાત્રિના સમયે અને સામાન્ય દિવસોમાં આ બ્રિજો આકર્ષક લુક આપશે.આ સમગ્ર કામગીરીને વહીવટી મંજૂરી આપવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. કમિટીની લીલી ઝંડી મળતા જ ઉત્તર-પશ્ચિમ ઝોનના બ્રિજો પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવશે. AMCના આ પગલાથી ભવિષ્યમાં બ્રિજના મોટા રિપેરિંગ ખર્ચમાંથી મુક્તિ મળશે.


આ પણ વાંચોઃ Surat News: ડિમોલિશન થયેલી જમીનના માલિકના ઘર પાસે MLAની કાર જોવા મળી, મોટા માથાઓની અવરજવરથી ચર્ચાઓ તેજ


  • Follow us on: