અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલા પાર્કિંગના વેચાણ અંગેનો મામલો ફરી એકવાર પેન્ડિંગ રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મિલકતને કાયમી વેચાણ આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.પરંતુ જરૂરી વિગતો અને સ્પષ્ટતાના અભાવે કમિટીએ તેને ફરી એકવાર પરત મોકલી દીધી છે.સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ દરખાસ્ત અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને પાર્કિંગ જગ્યા સાથે સંકળાયેલી FSI કેટલી છે અને તેનો કેટલો ઉપયોગ થયો છે. તે અંગે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.


અમદાવાદ સિંધુ ભવન રોડ પાર્કિંગ નિર્ણય હજુ નહિ

મનપામાં ચૂંટાઈને આવેલા સભ્યોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો ભવિષ્યમાં આ બિલ્ડિંગ તોડીને નવું નિર્માણ કરવામાં આવે તો આ પાર્કિંગની જગ્યા પર તેની શું અસર પડશે તે સ્પષ્ટ હોવું જરૂરી છે.અગાઉ આ પાર્કિંગની જવાબદારી મણીધરી ઇન્ફ્રાને સોંપવામાં આવી હતી.જોકે, ટેન્ડરની શરતો મુજબ કામગીરી ન થતાં કોર્પોરેશને કંપનીની ડિપોઝિટ જપ્ત કરી લીધી હતી.ત્યારબાદ જ પાર્કિંગના વેચાણ માટેની આ દરખાસ્ત લાવવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટીએ બીજી વખત દરખાસ્ત પરત મોકલીને અધિકારીઓ પાસે તમામ ટેકનિકલ અને કાયદાકીય વિગતોની સ્પષ્ટતા માંગી છે. હાલમાં આ મહત્વના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે. જેના કારણે સિંધુ ભવન રોડનું આ પાર્કિંગ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?



  • Follow us on: