મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા હજારો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં હવે આતંકી કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે,ડ્રગ્સના વેપારમાંથી મળેલી માતબર રકમ હવાલા માધ્યમથી કુખ્યાત આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સુધી પહોંચાડવામાં આવતી હતી. ડ્રગ્સના નેટવર્ક દ્વારા કમાયેલા કાળા નાણાંને દિલ્હીની વિવિધ નાઇટ ક્લબોમાં રોકવામાં આવ્યા હતા. 


ડ્રગ્સના નાણાંનું દિલ્હી નાઈટ ક્લબોમાં રોકાણ

ED હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નાણાંને કઈ રીતે બ્લેકમાંથી વ્હાઇટ કરવામાં આવ્યા હતા.ED દ્વારા દિલ્હીમાં હરપ્રીતસિંહ તલવાર અને શમસુદ્દીનના 5 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાંથી મહત્વના પુરાવા અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે.આ ગંભીર મામલે NIA, DRI અને ED સંયુક્ત રીતે તપાસ ચલાવી રહ્યા છે.તપાસ દરમિયાન દેશભરમાં ફેલાયેલા શેલ કંપનીઓના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની આશંકા છે.

વિજયવાડાની એક ફર્મની સંડોવણી પણ સામે આવી

તપાસમાં વિજયવાડાની એક ફર્મની સંડોવણી પણ સામે આવી છે.જેનો માલિક NIAની ચાર્જશીટમાં પહેલેથી જ આરોપી છે.મુન્દ્રા પોર્ટ પર આશરે 3,000 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો.જેની બજાર કિંમત હજારો કરોડમાં અંદાજવામાં આવી હતી.સુરક્ષા એજન્સીઓ હવે આ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આતંકી ફંડિંગના આ સંપૂર્ણ મોડ્યુલને તોડી શકાય.

આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?



  • Follow us on: