અંબાજીમાં વિકાસ કાર્યો માટે ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે. આજે દબાણ હટાવો ઝૂંબેશ વિરૂદ્ધ પીડિતોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં આવતી કાલે અંબાજીમાં બજારો બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી.
દબાણની કામગીરી સામે લોકોમાં રોષ
અંબાજીમાં 1600 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે દબાણમાં આવેલા મકાનો ખાલી કરાવવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. લોકોના મકાનો તૂટતા હોવાથી રોષ ફેલાયો હતો. તંત્રના આદેશ સામે લોકો એકઠા થયા હતાં અને દબાણની ઝૂંબેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ આ કામગીરી સામે વિરોધ કરી આવતી કાલે વેપારીઓને બજારો બંધ રાખવા અપીલ કરી હતી.













