અમદાવાદમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા મોટી છેતરપીંડીનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે.ન્યુ ક્લોથ માર્કેટ સાથે જોડાયેલા આ કેસમાં રૂ.2.48 કરોડની છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જે વેપારી સાથે ગેરરીતિ કરતા હતા.આરોપીઓએ વેપારી પાસેથી ઉધારીમાં કાપડ લીધો હતો અને 120 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં વિશ્વાસમાં લઈને મોટા પ્રમાણમાં માલ લેવાયો હતો, પરંતુ સમયસર ચુકવણી કરવામાં આવી નહોતી.


તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

લાંબા સમય સુધી રકમ ન મળતા વેપારીએ અંતે EOWમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને મોબાઇલ CDR તથા અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચી. વિગતવાર તપાસ બાદ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ છેતરપીંડીમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને વેપારીઓને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા


  • Follow us on: