ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા હોવાનુ સામે આવ્યું છે.જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.


ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ

ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે કે મકવણાએ કહ્યું હતું કે, ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. અલગ અલગ પ્લેટફોર્મ પરથી એસ્કોર્ટ સર્વિસ ચલાવવામાં આવતી હતી. જેમાં યુવતીઓના ફોટા અને મોર્ફ કરેલ ન્યૂડ ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો.ક્રાઈમ બ્રાંચની સોશિયલ મીડિયા મોનીટરીંગ ટીમ છેલ્લા 3 મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એક્સોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી હતી.જેમા સામે આવ્યું હતું કે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી યુપીઆઈ આઇડીથી રૂપિયા પડાવવામા આવી રહ્યા છે.જે અંગેની માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.

120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી

ક્રાઈમ બ્રાંચે ઈન્સ્ટાગ્રામ,ફેસબુક, ટ્વીટર સહિતમાં 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે.કેટલાક એકાઉન્ટ પર સર્વિસ ના નામે કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને UPI આઇડીથી પૈસા પડાવવામા આવી રહ્યા છે.મહત્વનું છે કે મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં આવા 120 જેટલા એકાઉન્ટ સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિઓ પણ ફરિયાદ ન કરતા હોવાનું સામે આવતા પોલીસે આ અંગે સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી..

કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા અને નીચે કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ ઇન્કવાયરી કરે ત્યારે તેને તમામ વિગતો મોકલવામાં આવે છે. યુવતીઓના ફોટા જોઈને ગ્રાહકો આકર્ષાઈ જાય જે બાદ એડવાન્સ પેમેન્ટ ના નામે કેટલીક રકમ યુપીઆઈ આઈડી મોકલીને લેવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપે તે બાદ તે વ્યક્તિને બ્લોક કરી છેતરપિંડી કરવામા આવે છે. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે સ્ત્રીની ગરીમાને ઠેસ પહોંચાડી, ઈમ્મોરલ ટ્રાફિક સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવી વગેરેની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Gandhinagar: હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય ટીમની લેકાવાડા સ્થિત શાળામાં તપાસ



  • Follow us on: