અમદાવાદ એરપોર્ટ પરથી અનેક વખત દાણીચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. હવે ફરીવાર એરપોર્ટ પરથી દાણ ચોરીનું સોનું ઝડપાયું છે. બેંગકોકથી અમદાવાદ આવતા મુસાફર પાસેથી દાણચોરીનું સોનું ઝડપાયું છે.આ મુસાફર પાસેથી 17 લાખનું 108 ગ્રામ સોનું ઝડપાયું છે. મુસાફર પાસેથી સોનું જપ્ત કરીને કસ્ટમ્સ કેર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મુસાફર પાસેથી 17 લાખનું 108 ગ્રામ સોનું ઝડપાયું
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી દાણચોરીનું 17.39 લાખનું સોનુ ઝડપાયું છે.પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અમદાવાદ કસ્ટમ્સ AIUએ દાણચોરીનું સોનુ ઝડપ્યું છે.વિએટજેલ ફ્લાઇટમાં આવેલા મુસાફર સુનિલ ભાટિયા મોઢામાં કૅપ્સ્યુલ આકારમાં સોનુ છુપાવીને લાવ્યો હતો. 108.07 ગ્રામ સોનાની 4 કેપ્સ્યુલ બનાવી મોઢામાં છુપાવવામાં આવી હતી. મુસાફર પાસેથી કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.













