અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી, ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઇલેક્ટ્રિક બસોના આગમન બાદ આ જગ્યા પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઈ બસો પાર્કિંગ મા પડી હોવાના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 


દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો

અમદાવાદમાં AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે..ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો. 

બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા

એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.આ સમગ્ર મામલો સામે આવતા AMC તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેના પગલે આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્થળ પર પહોંચીને રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેમણે બસોની સ્થિતિ અને ગ્રાઉન્ડમાં પડેલી ગંદકી જોઈ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સફાઈ તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સૂચના આપી હતી.


આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ


  • Follow us on: