અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલી સુરતી સોસાયટીમાં બે જૂથો વચ્ચે ભારે ધીંગાણું સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો. રામોલની આ ઘટનામાં અગાઉના ઝઘડાની અદાવતમાં ફરીથી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો.
સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો
મળતી માહિતી મુજબ બંને જૂથો વચ્ચે થયેલા જૂના વિવાદને લઈને બોલાચાલી શરૂ થઈ હતી, જે પછી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. બંને પક્ષોએ લાકડી, પાઈપ અને અન્ય સાધનો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.













