અમરેલી ભાવનગર હાઈવે પર પીએસઆઈનો વચેટીયો લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી સામે પાસા નહીં કરવા અને ટ્રકની ફાઈલ આપવા લાંચ માંગી હતી. ત્રણ લાખની લાંચ લેતા વચેટીયો આરીફ રવાજાણી ઝડપાયો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ કર્મી વતી લાંચ લીધી હતી. PSI આર.એમ.રાધનપરા સામે ગુનો નોંધાયો છે.પોલીસ કર્મી આશિષસિંહ ઝાલા સામે ગુનો નોંધાયો છે.
PSIના વચેટયાને લાંચ લેતા ઝડપી લીધો
ACBએ અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર PSIના વચેટયાને લાંચ લેતા ઝડપી લીધો છે.જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમા ફરીયાદી સામે પાસા નહી કરવા અને ટ્રકની ફાઇલ આપવા બાબતે લાંચ માંગી હતી. ત્રણ લાખની લાંચ લેતા પોલીસના વચેટીયા આરીફ રવાજાણીને ઝડપી લેવાયો છે. આ કેસમાં PSI આર.એમ.રાધનપરા અને પોલીસ કર્મચારી આશિષ સિંહ ઝાલા બંને સામે ગુન્હો નોંધાયો છે. અમરેલી એસીબીએ આરોપીની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. જાફરાબદ મરીન પોલીસ સ્ટેશનમા ફરીયાદી સામે ગુન્હો નોંધાયો હતો જેમાં પાસા નહી કરવા અને એક ટ્રકની ફાઇલ પોલીસ પાસેથી લેવા બાબતે રૂપિયા 3 લાખ માંગ્યા હતા.













