અમરેલીના ઢૂંઢિયા ગામે રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે અને લોકો સ્વબચાવ માટે લાકડી લઈને બહાર નીકળી રહ્યા છે અને જે લોકોને કૂતરાએ બચકા ભર્યા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, ગામમાં કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, રખડતા કૂતરાને લઈ અગાઉ પણ ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી હતી.


વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે કૂતરાનો આતંક

અમરેલીના વડીયામાં રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે, જેમાં રવજીભાઈ બચુભાઈ સોલંકી, રેખાબેન રમેશભાઈ વાવલિયા, નાનીબેન કિશનભાઈ કોળી, બચીબેન ગોકળભાઈ સોલંકીને કૂતરાએ બચકા ભર્યા છે અને બચીબેનને કૂતારએ વધુ ઇજા પહોંચાડી છે, તમામને 108 દ્વારા વડીયા સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે અને હડકાયા શ્વાનની રસી માટે અમરેલી રીફર કરાયા છે, બે દિવસ દરમ્યાન અમરેલી જિલ્લામાં શ્વાનના હુમલાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?

સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.

ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.

તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.

પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?

તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.

તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.

તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..

જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.

જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.


આ પણ વાંચો : Vadodara News : ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ



  • Follow us on: