અમરેલી જિલ્લાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં આજે વહેલી સવારે હડકાયા કૂતરાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સવારના સમયે જ્યારે લોકો પોતાના નિત્યક્રમ મુજબ બહાર નીકળ્યા હતા, ત્યારે અચાનક એક હડકાયા કૂતરાએ હુમલો કરી ચાર જેટલા લોકોને ગંભીર રીતે બચકા ભરી લોહીલુહાણ કરી દીધા હતા. આ હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કૂતરાના આ હિંસક વલણને જોતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


'ડોગ ટેરર

કૂતરાના આતંકથી બચવા માટે હવે ગામના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. હાલ સ્થિતિ એવી છે કે, લોકોએ સ્વબચાવ માટે હાથમાં લાકડીઓ લઈને બહાર નીકળવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રખડતા કૂતરાઓના ત્રાસને કારણે બાળકો અને વૃદ્ધો સુરક્ષિત નથી. ગ્રામજનોએ આ બાબતે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને માંગ કરી છે કે આ હડકાયા કૂતરાને સત્વરે પકડવામાં આવે અથવા તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી વધુ કોઈ વ્યક્તિ ભોગ ન બને.

આ પણ વાંચો : Ahmedabad News : ગેરકાયદે દબાણો સામે લાલ આંખ, વટવામાં બીજા દિવસે પણ કાટમાળ હટાવવાની કામગીરી તેજ


  • Follow us on: