અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે થતી રેતી ચોરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. લીલીયાના સલડી ગામ પાસે શેત્રુંજી નદીમાંથી રેતી ભરેલી બે ડમ્પર ટ્રક ઝડપી પાડવામાં આવી છે.


 રેતી ચોરી કરીને ડમ્પર ટ્રકમાં ભરી લઈ જવામાં આવી રહી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, રેતી ચોરી કરીને ડમ્પર ટ્રકમાં ભરી લઈ જવામાં આવી રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી બંને વાહનો ઝડપી લીધા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.

લાંબા સમયથી રેતી ચોરી થતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું

સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી રેતી ચોરી થતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હતું, ત્યારે અંતે પોલીસે આગળ આવી કાર્યવાહી કરી છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી

જોકે, પોલીસ કાર્યવાહી બાદ હવે ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા બંને ડમ્પર ટ્રક જપ્ત

પોલીસ દ્વારા બંને ડમ્પર ટ્રક જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં રેતી ચોરી સામે કડક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..


આ પણ વાંચો-----    Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

  • Follow us on: