ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હીટ એન્ડ રનના કેસ પણ વધુ પ્રમાણમા સામે આવી રહ્યાં છે. ત્યારે છોટા ઉદેપુરના બોડેલી નજીક એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તાંદલજા પાસે લગ્ન પ્રસંગમા જતાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજ્યાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.


બાઈક પર જઈ રહેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

છોટા ઉદેપુરના બોડેલી નજીક તાંદલજા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટકકર મારી હતી. આ બાઈક ચાલક લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતાં. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે.

મૃતકની બાઇક 600 મીટર દૂરથી મળી આવી

અકસ્માતની ઘટના બનતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતાં. વાસણા ગામના કનુ ભાઈ રોહિત,બાબરભાઈ વણકર, ધુરાભાઈ વણકરનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નિપજ્યું છે. અકસ્માત બાદ મૃતકની બાઇક 600 મીટર દૂરથી મળી આવી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ટીમ પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Junagadh News: મિત્રના લગ્નમાં આવેલા પાંચ મિત્રોને અકસ્માત નડ્યો, કાર નદીમાં ખાબકતાં બેના મોત, ત્રણ ઘાયલ


  • Follow us on: