ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મમતા સોની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.કઠલાલના ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિપક ડાભી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દિપક ડાભીએ મમતા સોની પાસે ત્રણ જેટલા મોટા કાર્યક્રમો કરાવ્યા હતા.આ કાર્યક્રમો શરૂ થતાં પહેલાં બંને પક્ષો વચ્ચે એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી હતી.જોકે, મમતા સોનીએ પોતાના કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવા છતાં નક્કી થયેલી રકમ નહીં ચૂકવવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. 


અભિનેત્રી મમતા સોની સાથે ઠગાઈ 

કઠલાલના ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિપક ડાભીએ અભિનેત્રી મમતા સોની સાથે ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે મમતા સોનીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે.આ વીડિયો દ્વારા મમતા સોનીએ દીપક ડાભી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દિપક ડાભી મોડી મૂંડેલ ગ્રામ પંચાયતના સરપંચ અને કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

દિપક ડાભીએ મમતા સોની સાથે ત્રણ કાર્યક્રમો કરાવીને નક્કી કરેલી રકમ નહીં આપી હોવાનો મમતા સોનીએ આક્ષેપ કર્યો છે. મમતા સોનીએ ગત ફેબ્રુઆરી માસમાં પણ દીપક ડાભી સામે ઉઘરાણી કરી હતી. દીપક ડાભીએ મમતા સોનીને મારી નાંખવાની ધમકી આપી હોવાનો પણ મમતા સોનીએ આક્ષપ કર્યો છે. હાલમાં મમતા સોનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝ આ પ્રકારના કોઈપણ વીડિયોની પુષ્ટી કરતું નથી.  

આ પણ વાંચોઃ Gondal: જામવાડી GIDCની 'મિસરી સ્પાઈસીસ' કંપનીમાંથી 1.90 કરોડનો ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો સીઝ



  • Follow us on: